ગઝલ બેવફાઈ
ગઝલ બેવફાઈ
બેવફાઈ મારનારી હોય છે,
લાગણીઓની શિકારી હોય છે.
સુવાસ ફૂલોનો હ્રદયમાં ક્યાં હવે?
લોક હૈયે તો કટારી હોય છે.
જાય છે હારી હવે ખંજર ધરાર,
શબ્દની જ્યાં જ્યાં સવારી હોય છે.
જાણીને સાગર અચંબો પામશે,
જિંદગી એથીય ખારી હોય છે.
શાંત પાણીએ ડૂબાડ્યો છે ભલે,
પણ ગઝલ ત્યાં તારનારી હોય છે.