STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

3  

Vrajlal Sapovadia

Abstract Children

ધુમ્મસ

ધુમ્મસ

1 min
251

હતી તમન્ના ઊડવાની વાદળ જેમ આભે 

ઠરવું હતું ઝાકળ બની કોઈ પુષ્પને ગાભે,


લટકી રહ્યાં માથોડે ઊંચા પડી છે પાંખ ટૂંકી 

ટક્યા રહેશું અધ્ધર હોકલી હવાએ શું ફૂંકી,


ખેદ તો ખમવાનો વગર વરસ્યે વહી જાશું 

અથડાશે ચાલનારાં ને અમે ખાસડાં ખાશું,


કોઈ પ્રેમી પંખીડા ક્યાં ગીત અમારાં ગાશે 

શબનમ સથવારે તરૂવર શાખાએ ટીંગાશે,


વિઘ્ન રૂપે ના અમે અહીં કંઈ રોજના વાસી 

તપ્યે દિવસે ભાગશું અમે તો દાસના દાસી,


હતી તમન્ના ઊડવાની વાદળ જેમ આભે 

વ્યાપી ધુમ્મસ કોણ જાણે કોઈકના લાભે,


ઠરવું હતું ઝાકળ બની કોઈ પુષ્પને ગાભે 

વ્યાપી ધુમ્મસ કોણ જાણે કોઈકના લાભે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract