STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Others Children

3  

Vrajlal Sapovadia

Abstract Others Children

પરસેવો

પરસેવો

1 min
192

ગ્રંથી મહી વછૂટે 

ભળે ક્ષાર અંગ જળમાં 

સરવાણી વહે પ્રસ્વેદની; 

પાડ્યો પરસેવો પુરુષાર્થથી,


વળે બહુ લાગ્યે ગરમી,  

છૂટી જાય ગભરાટથી,

વળી જાય ગુસ્સામાં, 

જ્વર સમે વછૂટે હાશકારો,

નીકળી જાય ગળ્યે પ્રસ્વેદકો,


વળાવે પરસેવો લવિંગીયા મરચાં કોઈને, 

ને દર્દ દિલમાં, 

હોય પછી હુમલો પ્રેમનો કે રોગનો  

અદભુત ગોઠવ્યાં કુદરતે 

વાતાનુકુલિત યંત્રો 

નિયંત્રિત કરવા 

અંગ અંગને 

અતિ પ્રસ્વેદ અનિચ્છનીય, 

અલ્પ જોખમી,

અતિ અલ્પ હરે પ્રાણ,


મોંઘવારીમાં ભાવ સાંભળીને તો,

આજકાલ બધાને વળી જાય,

આટલું લખતાં મને ય વળી ગયો 

વિષાણુ ભળ્યે મારે દુર્ગંધ 

ને પ્રેમીઓ એની સુવાસે 

ઝંખે સહવાસ ! 


છે ને કમાલ ? 

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય, 

પચે પરસેવાની કમાણી 

પંચરંગી એની કહાની !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract