એક મા બાળકને
એક મા બાળકને
એક મા બાળકને કોસતી રોજ,
લંચબૉક્સે લેસન ઠાંસતી રોજ.
હોય ક્યાંથી યાદ હવે, રમત દોસ્ત !
ડસતી એક્ઝામ તણી ડાકણી રોજ.
થાય કે સપના જોઉં પરીઓના,
કાશ ! નીંદર મીઠી આવતી રોજ.
થાય કે પંખી થૈ આભમાં ઊડું,
પાંખને જંજીર કાં બાંધતી રોજ ?
પ્રેમથી કો’ક દિ તો કર “સ્પર્શ”માડી!
હેતથી રાખું એ સાચવી રોજ.