તમે
તમે
કોલ મારો બ્લેક લિસ્ટ મહીં હવે નાંખો તમે,
લાગણીનાં પીંડને ક્રોપ ન કરો આખો તમે !
વેનથી છે તાર હૈયાનાં સહું જોડાયલા,
સાવ ખોટા અભરખા કાં લેનના રાખો તમે ?
વ્હોટ્સએપ્યા સાચવો સંબંધ તોયે છે ઘણું,
ફેસબુક પર કાં કરો સંબંધને ઝાંખો તમે.
પ્રેમનાં સેટીંગ્સમાં તો છે બિટર સઘળું બિટર,
તોય કાં ટ્વીટર ઉપર બેટર બધું હાંકો તમે ?
ચાઈના મોબાઈલેથી પ્રેમ રણકે આપણો,
રીંગટોને 'જાન તેરે નામ' કાં રાખો તમે ?
સોફ્ટવેરે વળગવા દો "સ્પર્શ"ના સૌ વાયરસ,
હરવખત અપડેટ વર્જન ટેરવે રાખો તમે !