STORYMIRROR

Mahesh Sparsh

Children Classics

3  

Mahesh Sparsh

Children Classics

મોરી માવડી

મોરી માવડી

1 min
9.7K


મોરી માવડી...

વરસાદમાં રમવા જાવા દે મોરી માવડી,

છપ છપ છપાક કરવા દે મોરી માવડી,

આભમાંથી કેવા પડતાં ફોરાં મજાનાં!

નાગા – પૂંગા પલળતા છોરા મજાનાં,


કાગળની બનાવી નાની એક નાવડી,

સરરર..તરતી મૂકવા દે મોરી માવડી,

વરસાદમાં...


‘આવ રે વરસાદ...’ ગાવાની મજા,

થાય શરદી તો નિશાળે જાવાની રજા!

દેડકાની સાથે કૂદવાની કેવી મજા!

લપસી પડાય તો હસવાની ભાઇ મજા,


વાદળીઓ પહેરી પગમાં પવનપાવડી,

બોલાવે છે રમવા મને મોરી માવડી,

વરસાદમાં...


Rate this content
Log in

Similar gujarati poem from Children