STORYMIRROR

Mahesh Sparsh

Romance

3  

Mahesh Sparsh

Romance

તકલીફ તો રે’વાની

તકલીફ તો રે’વાની

1 min
25.9K


શે'ર હો કે ગામડું તકલીફ તો રે’વાની,

આંખ હો કે આભલું તકલીફ તો રે’વાની.

હરવખત સૌ હોય ક્યાંથી ભાઇ સારાં વાનાં?

હોય ઘર કે ગોખલું તકલીફ તો રે’વાની.

છે હયાતી આંખમાં આંજેલ કાજળ જેવી,

દોસ્ત હો કે હો શત્રુ તકલીફ તો રે’વાની.

હો ચહેરા જો બધાનાં એક સરખે સરખા,

ઓળખું તો કેમના ? તકલીફ તો રે’વાની.

ફૂલની હળવાશ જેવો શ્વાસ જો મ્હેકે તો

સ્પર્શને કયાં સાચવું તકલીફ તો રે’વાની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance