STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

ફૂટયો માણસ

ફૂટયો માણસ

1 min
633

કુદરત હસી ને ફૂટ્યો માણસ,

અલૌકિક બાગથી ચૂંટ્યો માણસ,


માણસની માણસને મળી સત્તા,

બનતું બધું કરી છૂટ્યો માણસ,


માણસે માણસની બોલાવી સભા,

માણસમાં એક ત્યાં ખૂટ્યો માણસ,


ઊંડું દરિયાથી મન માણસનું,

વફાદારી કરીને લૂટ્યો માણસ,


રમતો રમવામાં સ્વાર્થ-સ્વાર્થની,

માણસે આજ એક કૂટ્યો માણસ,


‘સાગર’ યમની દોરી જ્યાં ખેંચાણી,

અચાનક પડીને તૂટ્યો માણસ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy