સ્પર્શ
સ્પર્શ
સ્પર્શ તારો મારા પ્રેમમાં,
તરસી ઊઠું છું મારા જીવનમાં....
સ્પર્શ તારો મારી આંખમાં,
છલકી ઊઠે છે મારા નેત્રમાં....
સ્પર્શ તારો મારા હોઠમાં,
મલકી ઊઠે છે મારા અધરમાં....
સ્પર્શ તારો મારી રુહમાં,
ચમકી ઊઠે છે મારા તનમાં....
સ્પર્શ તારો મારા અંગ અંગમાં,
મહેકી ઊઠે છે તનબદનમાં...
સ્પર્શ તારો મારી યાદોમાં,
ઝંઝોળી ઉઠે છે મારી આત્મામાં...
સ્પર્શ તારો મારી કલ્પનામાં,
જીવી ઊઠે છે મારી દુનિયામાં...
સ્પર્શ તારો મારી જિંદગીમાં,
દીપી ઊઠું છું મારા જીવનમાં.

