નવા ચહેરા
નવા ચહેરા
બધે તો ચહેરા નવા ને નવા છે,
ચહેરે-ચહેરે નવેલી અદા છે,
વિષય વાતનો એક સૌના મુખે છે,
ચહેરા તો નારાજ આજે થયા છે,
ભલેને રહે ફૂલ ખીલીને સુંદર,
ચહેરા ઉપર ફૂલથીયે ફિદા છે,
રહે હાજરીમાં અનેકો યુવાની,
ચહેરાનો ભરવો પહેરો, સજા છે,
રહી જાય 'સાગર' છતાં એક પીડા,
ચહેરા જ કરમાય એમાં ખતા છે.
