ગઝલોને ચડ્યો નશો
ગઝલોને ચડ્યો નશો
આ ગઝલો ઝૂમી ઊઠી છે, તેણે મદિરા ચાખી છે ? બોલીએ ના ખોટું, પ્યાલીને શણગારી રાખી છે.
નહિ અટકે, થાશે પાગલ, એવું સમજી બેસી જાઓ, ઝૂમી પડશે ઝાઝું હજુયે, એવી વાણી ભાખી છે.
એની શોભા તો એવી થાશે, જોતા સૌ રૈ જાશે, એનો જલ્વો જોવા માટે રાખી સૌએ પાખી છે.
શેની છે ઇંતેઝારી, દોડો આજે સૌ દોડોને, આવી જાઓ સૌ જોવાને, ચિઠ્ઠી એવી નાખી છે.
આનંદે-આનંદે તમને પણ એ ડોલાવી દેશે, નહિ એની કોઈ ખામી, આ 'સાગર' એનો સાખી છે.
(સાખી-સાક્ષી)
