Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Tragedy Fantasy

4.5  

Aniruddhsinh Zala

Tragedy Fantasy

નવદુર્ગાની ભાવથી પૂજા

નવદુર્ગાની ભાવથી પૂજા

1 min
293


હેતથી રે હું તો પૂજતો કુળદેવી મા 

હું તો તમારી પૂજા કરીશ મારી મા, 

હૈયાનાં હેતથી હું ફૂલડાં ધરીશ મા 

ભાવ સહીત હું આરતી કરીશ મોરી મા,


સોનાનો સોહે ગરબો તારો રૂપલા ઈંઢોણી 

ગરબે તારા તારલિયાની ભાત્યું રૂડી સોહે 

અબીલ ગુલાલથી ગરબો વધાવું મા,

હું તો તમારી પૂજા કરીશ મારી મા, 


બાનાની પત રાખો માડી શરણે તારા આવ્યો 

ભક્તિભર્યા હૈયે હું ગુણ ગાવા તારા આવ્યો 

નવ નવ દીવડાની આરતી કરીશ મા,

હું તો તમારી પૂજા કરીશ મારી મા,


ભવસાગરે ભટકું હું માડી એક તારો સહારો 

અમી નજર નાખી મુજ પર જીવનને સુધારો 

ચૌદ ભુવને તારા ગુણલાં ગવાય મા 

હું તો તમારી પૂજા કરીશ મારી મા,


'રાજ 'કહે ભેળી રે'જે ભવાની તું રણમેદાને 

મસ્તક પડે તોય લડજે તું ધડમાં મા ભવાની 

ભક્તોની કરજે સદા વ્હાર મા કુળદેવી મા 

હું તો તમારી પૂજા કરીશ મારી મા, 


હેતથી રે હું તો પૂજતો કુળદેવી મા 

હું તો તમારી પૂજા કરીશ મારી મા 

હૈયાનાં હેતથી હું ફૂલડાં ધરીશ મા 

ભાવ સહીત હું આરતી કરીશ મોરી મા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy