STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

જો ચાંદની પણ રાસ રમવા આવી

જો ચાંદની પણ રાસ રમવા આવી

1 min
399

નમણી નાગરવેલ જેવી ગોરીને જોઈ આજે મે રાસ રમતા,

આજે ચાંદ જેવી ગોરી ને જોઈ મે ગરબે ઘૂમતા,


બસ વારંવાર આવે છે મારા હૈયે એનો ખ્યાલ,

એના ગુલાબી ગાલ પર મને આવ્યું વ્હાલ,


જાણે ચહેરો એનો ખીલતો ગુલાબ !

જાણે આભે ઊગ્યો આ સોનેરી આફતાબ !


જાણે દંતાવલી એની ચમકે કોઈ કિંમતી મોતી,

જાણે ઈશ્વરે એની ઘડી હશે ગોતી ગોતી !


સ્મિત જોઈ એનું આ ચાંદની પણ એને ચૂમવા આવી,

ઘેલી ગોરીને જોઈ જોને આ ચાંદની પણ એની સાથે ગરબો રમવા આવી,


કુદરતે કેવા આપ્યા એને નશીલા એને નયન,

પાંપણો આપી કાળી ઘેરી કરવા નયનનું જતન,


આખીર હું એના ચિત્રને શબ્દોમાં કેવી રીતે કરું જીવંત ?

મારી પાસે નથી એવા શબ્દો અનંત !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy