STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

ના કરે

ના કરે

1 min
267

ધીકતી દુકાન વેચી કોઈ લારી ના કરે, 

જેમ, દરજી સૂટ ને બાજુએ મૂકી રફૂ ના કરે,


કોઈએ જોઈ હશે આકાશની ત્યાં શક્યતા,

બાકી ભીંતને તોડી કોઈ અમથું બાકોરું ના કરે,


સંબંધોનાં મેળામાં વધતું-ઓછું જરા જવા દેજો,

જેમ માળી બાગનાં પતંગિયા સંગ વૈરિનું ના કરે,


મોહબ્બતની નાવમાં સવાર થતાં જરા સંયમ રાખવો,

જોઈ લો કેટલીય નદી મળીને દરિયાને મીઠડું ના કરે,


વ્યક્તિત્વ કેળવજો, અભિયાનનો ફુગ્ગો જરાય નહીં,

જેમ દુકાનદાર વજન રાખે, જરાય બોજપણું ના કરે, 


વિશ્વાસ છે "નાના"ને મોત તો હર કોઈનું નક્કી જ,

આવતા પહેલાં એ જરા નોટીસરૂપી ફરફર્યું ના કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy