વસંત
વસંત
વર્ણાનુપ્રાસ
વેગે વાયો વૈભવી વસંતનો વાયરો, વધામણાં વસંતરાજના..
વિરમી વિરહની વસમી વેદનાની વ્યાકુળતા, વગાડી વહાલી વાંસળી વ્રજનંદને.
વિહરે વનમાં વનિતા, વીંટળાઈને વધાવે, વ્રજબાળાઓ વ્રજભૂમિમાં વહાલી વસંતને.
વંદન વહાલસોયા વાસુદેવ-વૃષભાનદુલારીની વિવિધ વ્રજલીલાઓને...
વંદન વ્રજભૂમીને...
વંદન વ્રજવાસીઓને...