બાવરી
બાવરી
1 min
11.6K
હો હો રે
બાવરી બનાવે મને કાનુડો વહાલો.
દિલને લાગે છે પ્રાણથી પ્યારો,
નંદ યશોદાનો છે એ દુલારો,
મારી તો છે આંખલડીનો તારો.
હો હો રે
બાવરી બનાવે મને કાનુડો વહાલો.
સૂર વેણુના મીઠા મીઠા રેલાવે,
માખણમીસરી એને ખૂબ ભાવે,
ગોપીઓ એને પ્રેમથી ખવડાવે.
હો હો રે
બાવરી બનાવે મને કાનુડો વહાલો.
યમુના તટ પર રાસલીલા રચાવે,
એકએક કાનજી ને એકએક ગોપી,
અતિ રે આનંદ મુજ હૈયે ઉભરાવે.
હો હો રે
બાવરી બનાવે મને કાનુડો વહાલો.