ગુંજામાળા
ગુંજામાળા
મારા લાલાના રૂડાં શૃંગાર સોહાય,
ગુંજામાળા વિના શૃંગાર પૂર્ણ ન થાય.
સ્નેહથી અર્પણ કરું તમને ગુંજામાળા,
સાથે સમર્પણ કરું મારા ભાવ સઘળાં.
તમસ ભાવ છે ગુંજાના શ્યામ રંગમાં,
રાજસ ભાવ છે ગુંજાના લાલ રંગમાં.
સાત્વિક ભાવ છે ગુંજાના સફેદ રંગમાં,
નિર્ગુણ ભાવ ગુંથાયો માળાના દોરામાં.
વિવિધ માળાઓથી શોભે છે શણગાર,
ગુંજાની માળાથી છે સૌથી શિરમોર.