મા
મા

1 min

23.8K
સદૈવ વંદનીય, પૂજનીય, સરાહનીય..
વિવિધ શ્રેષ્ઠ કિરદાર ભજવે માતા,
એટલે જ કહેવાણી ભાગ્ય વિધાતા.
મન નિર્મળા, અન્નપૂર્ણા અર્પિતા,
સદૈવ સમર્પિતા, ગૌરવ અસ્મિતા.
વ્યવહારકુશળતા, ભાષા કોમળતા,
સૌથી સર્વોપરી "મા"ની ભૂમિકા.
ભવ્યતમ દિવ્ય રોશન અસ્મિતા,
પથમાં પ્રકાશપુંજની વ્યાપકતા.
માતા, તું પાવન પ્રેમની સરિતા,
સ્નેહરસથી તરબતર સમર્પિતા.
દિવ્યતમ મોહિની મુરત મમતા,
સદૈવ આનંદ ઉલ્લાસ અર્પિતા.