વિકાસ
વિકાસ

1 min

23.5K
ક ખ ગ, અ આ ઈ નથી આવડતું,
ફક્ત એ બી સી ઇંગ્લીશમાં ગમતું.
માને કહે મોમ, બહેન બની સીસ,
વીરો મારો બ્રો, પિતા બન્યા ડેડ.
આપણા તહેવારો જુનવાણી લાગે,
પશ્ચાતના ખાસ ડે રંગેચંગે ઉજવે,
ગોળપાપડી, લાડવા ના ભાવે,
ચોકલૅટ, કેક મનભાવન લાગે.
માટીમાં રમવાથી તકલીફ થાય,
મોબાઈલની રમત ગમતી જાય.
અરે, આપણી સંસ્કૃતિ ભુલાય છે,
આવો બાળકોનો વિકાસ થાય છે.