ઉનાળો
ઉનાળો

1 min

12K
ઉનાળો રે ઉનાળો, બહુ થાય બફારો,
પરસેવો બહુ વળે, અમને તો ના ગમે.
ઉનાળો રે ઉનાળો, તું તો અગનનો ગોળો.
સૂરજદાદા કેવા તપે, વરસાવે તાપ જો ને,
હવા ગરમ થઈને દોડે, ધરતી મા પણ બળે.
ઉનાળો રે ઉનાળો, તું તો અગનનો ગોળો.
બાળકોને તો ભાવે બરફના ઠંડા ગોળા,
આઈસક્રીમ ને કુલ્ફી, ઠંડક આપે કેવાં,
ઉનાળો રે ઉનાળો, તું તો અગનનો ગોળો.
કાળા કાળા જાંબુ ને કાચી લીલી કેરી,
મીઠો સ્વાદ કેરીનો હાફૂસ ને પાયરી.
ઉનાળો રે ઉનાળો, તું તો અગનનો ગોળો.