હળવાશ 7
હળવાશ 7
1 min
170
સફરમાં મળે સાથ, હળવાશ લાગે.
દે મંઝિલ મને સાદ, હળવાશ લાગે.
નયનથી નયનના સંબંધો ગજબના,
ઈશારે કરે વાત, હળવાશ લાગે.
બની ચાંદની બાથમાં તું ભરે છે,
પછી પીગળે રાત, હળવાશ લાગે.
અધર મૌન તારા ગઝલના પઠનમાં,
નજરથી મળે દાદ, હળવાશ લાગે.
મને યાદ આવે એ ખામોશ હૈયું,
છતાં થાય સંવાદ, હળવાશ લાગે.
બની શ્યામ મારો હવે આવ શમણે,
અલૌકિક મુલાકાત, હળવાશ લાગે.
થયો પથ્થરે "ચેતના"નો અનુભવ,
તું ધબકે બની યાદ, હળવાશ લાગે.