STORYMIRROR

Chetna Ganatra

Others

4  

Chetna Ganatra

Others

મીરાં

મીરાં

1 min
24.1K

ભક્તિએ ભવ્ય ભેખ ધારણ કર્યા, 

'મીરાં'ના દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા, 

ઝેરના કટોરા બેઅસર થઈ ગયા,

કૃષ્ણભક્ત ભવ્ય અમરત્વ પામ્યા. 


ભવ્યતા આ કેવી પરમશ્રદ્ધાની, 

કૃષ્ણપ્રેમની ભવ્ય ભક્તાણી,  

ભજન ગાયા બનીને મસ્તાની, 

દુનિયા કહે ભલે ને પ્રેમદીવાની. 


હાથમાં એકતારો ને પગમાં ઘુંઘરુ, 

હૈયે શ્યામનું નામ ભવ્ય મઘુરૂં, 

પ્રેમરાગમાં ભાવની ભવ્યતા ભરું  

જોગણ બનીને એકજ ધ્યાન ધરું 

 

ભક્તિની ભવ્ય શક્તિ અનમોલ, 

કોઈ ભવ્યતા ના આવે મીરાંની તોલ,

ભક્તિએ ભવ્ય ભેખ ધારણ કર્યા, 

'મીરાં'ના દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા.


Rate this content
Log in