રસ્તાઓ મારા
રસ્તાઓ મારા
રોજરોજ મને જુદા જ દેખાય છે રસ્તાઓ મારા.
એક જ મંજિલ તોય એ ફંટાય છે રસ્તાઓ મારા.
સાવ અનોખા મુસાફરથી થાય છે મુલાકાત મારી,
નથી શિક્ષક તોય શીખવી જાય છે રસ્તાઓ મારા.
પંથ કાપવાનો બાકી છે હજુ મારે એકલપંડે સદા,
વાટ જોનારાઓ યાદે ઊભરાય છે રસ્તાઓ મારા.
માર્ગ મારો રહે અવિરત અંતરાયને અવરોધતોને,
ગતિ પરખી મારી રખે મલકાય છે રસ્તાઓ મારા.
આપે છે ક્યાંક જળ શીતળ તો કદીક તરુછાયા,
ખેરવી સુગંધિત કુસુમો હરખાય છે રસ્તાઓ મારા.