શ્રીહરિ
શ્રીહરિ
1 min
449
પ્રત્યેક મનના વિચારે આવો શ્રીહરિ.
અમારા દિલના દ્વારે આવો શ્રીહરિ.
સતત રહી ઝંખના તમારી અમને તો,
કૃપાદ્રષ્ટિની અમીધારે આવો શ્રીહરિ.
કરૂણતા તમારી કદી ના ખૂટનારી હો,
ભક્તજનો તણા પોકારે આવો શ્રીહરિ.
વસમો વિયોગ વિઠ્ઠલ વર્ષોથી વેઠતાં,
અંતર આતમ આવકારે આવો શ્રીહરિ.
વામે દિલદુગ્ધા દયાનિધિ દ્રવતાં દેવ,
હવે ઝાઝું ન કહેવું મારે આવો શ્રીહરિ.