Atul Dave

Fantasy

3  

Atul Dave

Fantasy

દીકરી

દીકરી

1 min
618


દીકરી એટલે

કોઈક વૈશાખી ઊની

બપોર, તો કદીક.....

શરદપૂનમની શાંત,

શીતળ ચાંદની.


દીકરી એટલે

શિયાળાની સવારે પુષ્પની,

પાંખડી પરનું ઝાકળ, તો કદીક.....

ફરરર્ ફરરર્ વાતો વાસંતી વાયરો.


દીકરી એટલે

ભીની ભીની સાંજે આભે ઉભરાતું

મેઘધનુષ, તો કદીક.....

ખળખળ વહેતી સરિતાનું

સૂરીલું સંગીત.


દીકરી એટલે

સાગરની ભરતીએ કાંઠે ટકરાતું

ઘુઘવતું મોજું, તો કદીક .....

નિર્દોષ નિખાલસ

માસૂમ મોહક પતંગિયું.


દીકરી એટલે

એક કાંકરીચાળે સરોવરમાં

ઉઠતાં તરંગ, તો કદીક.....

હાથની બંધ મુઠ્ઠીમાં

પકડેલી રેત.


Rate this content
Log in