ઘટના
ઘટના


નજરથી
એમની મળી નજર,
એક ઘટના બની;
બન્ને હૈયે
હલચલ મચી,
એક ઘટના બની;
ઝૂકી એમની
ગરદન જરા,
એક ઘટના બની;
હળવા હોઠે
મલક્યા એ,
એક ઘટના બની;
બની ગયો
એ નિત્યક્રમ,
એક ઘટના બની;
જાણે એકરાર પ્રેમનો,
એક ઘટના બની;
અટક્યા જરા
એક દી' શેરીએ,
એક ઘટના બની;
"કેમ છો?" એ
પૂછી બેઠા,
એક ઘટના બની;
આપું ઉત્તર
એ પહેલા લો,
એક ઘટના બની;
આંખ ખુલી
ગઈ અડધી રાતે,
એક ઘટના બની.