મંદાર તળે
મંદાર તળે
હા,
હજી ત્યાં
સાંજ એમ જ ઢળે છે.
હજી ત્યાં
મંદાર એમ જ હસે છે,
હજી,
રમે છે ખિસકોલી ત્યાં
એની બખોલમાં એમ જ....
અને... અને....
ટહૂકે છે કોયલ સામે
પેલા આંબે.
વાય છે હજી ત્યાં
ધૂળીયો વા એમ જ...
થોડા શ્વેત જરુર છે,
ટોપી તળેના વાળ
પણ;
હા, એમ જ આવે છે
રામુચાચા બોલતાં...
“ચણા જોર ગરમ્મ્...... ”
પણ...., પણ....,
સાવ સૂનો છે
મંદાર તળે ...
ઢાળ એ ધૂળીયો;
જયાં અઢેલીને
કહ્યું‘તું
એક દિ' તમે.....
“માફ કરજે....
ભૂલી જજે મને.....
હું...... હું.....
દિલગીર છું !”