યાદો ટોળે વળી
યાદો ટોળે વળી

1 min

198
દિવાસળીના બાકસની છૂકછૂક ગાડી,
કાગળનું વિમાન 'ને નાનકડી હોડી,
જૂની યાદો બધી આજ ટોળે વળી.
બેલ્ટ સ્ટેથોસ્કૉપ ને પપ્પાની પેન ઈન્જેક્શન,
ઘરનો ઉંબરો જાણે કે સ્કૂટર ને
મોઢેથી પીપ પીપ ભઈ કેવી મજા !
જૂની બધી યાદો આજ ટોળે વળી.
તેલ નાખી મમ્મી ઓળે માથું ને
પછી તૈયાર ગણવેશમાં,
મમ્મીની આંગળી ને સ્કૂલનો એ રસ્તો,
જૂની બધી યાદો આજ ટોળે વળી.
કાચો દોરો 'ને નાનકડી ફૂદ્દી,
પ્લાસ્ટીકની પિચકારી ને,
પેલા તારામંડળ,
જૂની બધી યાદો આજ ટોળે વળી
ભાઈ, જૂની બધી યાદો આજ ટોળે વળી.