એ..... કાપ્યો છે
એ..... કાપ્યો છે
હળીમળીને હસતાં રહી, અતડો સ્વભાવ
એ.... કાપ્યો છે....
નિખાલસતાથી નિખાલસ રહી, દંભ ખોટો
એ.... કાપ્યો છે....
જીવન કેરાં આકાશમાં, સંબંધ એવો જૂઠો
એ.... કાપ્યો છે....
બહુ પારંગત 'ને સંપૂર્ણ, ભ્રમ એવો ઠાલો
એ.... કાપ્યો છે....
છળ, આંટીઘૂંટી, કાવાદાવા 'ને દાવપેચ
એ.... કાપ્યો છે.