સાચવીને નીકળજે
સાચવીને નીકળજે


સાચવીને નીકળજે
થોડું ધ્યાન રાખજે,
નજરોની કટાર તારી,
તું મ્યાન રાખજે.
એટલી પણ તું
જરા જાણ રાખજે,
કમરની લચકનું ઓછું
પરિમાણ રાખજે.
વાય છે પવન તો
લહેરાશે લટ જરુર,
લઈ લેજે કાન પાછળ
એની દરકાર રાખજે.
થઈ જશે નિર્દોષ પાગલ
સાવ જાણતાં અજાણતાં,
કિન્તુ મલકીને એનું
થોડું તું માન રાખજે.