સિલક
સિલક


વર્ષના છેલ્લા
દિવસે થયું
લાવ જરા...
જોવા તો દે કે
કર્યું શું ?
આખું આ
વીતેલું વર્ષ ?
પાનાંની જેમ
પલટાવી જોયો,
એક એક દી 'ને
એક એક ઘડી પળ.
ક્યાંક દેખાયો ભેજ,
અશ્રુ નો તો ક્યાંક
ખખડ્યું હાસ્ય.
ક્યાંક ટીકાએ ટકોર
કરી તો ક્યાંક
પ્રશંસાએ પંપાળ્યો.
વત્તા, ઓછા,
ગુણ્યા, ભાગ્યા
બધું કરી જ્યાં
જોયું તો..
ખુશીઓ
વધી'તી
સિલકમાં.