એ કિશનજી
એ કિશનજી
હોઠ ભલે ન બોલે કોઈ શબ્દ અહી..
અંતરે થી શબ્દો વહી જ જાય છે..
મૌન ભલે ને વાચા ન બની શકે કદી...
મનના વિચારોનો ઘોંઘાટ વધતો જાય છે..
કિશનજી ભલે ને મૌન રહી હસ્યા કરે...
તેના શબ્દો મારી કવિતા બની જાય છે..
કાન્હા જી કેમ માનું તને નથી સ્મરણ મારું ?
મને તો દરેક સ્થળે તું જ તો દેખાય છે..
શબ્દોનાં વાઘા પહેરાવી શણગારી લઉં..
તારા મૌન સાથે મારો રોજ સંવાદ થાય છે....