એ કિશનજી
એ કિશનજી
1 min
487
એ કિશનજી,
તું રહે ભલે આ નજરથી દૂર,
રૂહ થી રૂહનો આપ સાથ.
દિલ જીગર તો ક્યારેક છલકાય પણ જાય,
એક વાત તો ખરી છે,
તારા વિના જિંદગી સૂકી છે.
જન્મો જન્મ ભટક્યા પછી,
આજ મને એ ખબર પડી,
તારા ચરણ તળે તો નીકળે છે મારી જાન.
અંતે તો તું આપે છે સદા સદા તારો હાથ,
એક જ છે મુરાદ આ પગલી કેરી,
આપજે કષ્ટ ને દુઃખ હર જનમમાં.
આપજે આ વિયોગ ને વિરહ હર ભવમાં,
તારી નજરમાં હું રહી જાઉં,
મુજ નજરમાં તારો વસવાટ.
સ્મરણ તારું, નામ તારું, છબી તારી,
રહે અંકિત મુજ હૈયે, નજરે.