સોહામણી શાળા
સોહામણી શાળા
ચાલોને એક એવી સ્કૂલ બનાવીએ,
જ્યાં ભૂલકાનું રાજ હોય,
ભણતર નો ભાર નહોય,
જ્યાં મનગમતું શીખવાનું હોય.
લેસનની કોઈ ફિકર ન હોય,
હસતું રમતું બાળપણ હોય,
મોજ મસ્તીનો ઘોંઘાટ હોય,
શિક્ષકો નો સ્નેહ હોય.
ભણવાની કોઈ શિક્ષા ન હોય,
ગમ્મત સાથે જ્ઞાન હોય,
પોઇન્ટ કે નંબરનો કોઈ ભય ન હોય,
દફતર હળવું ફૂલ હોય.
પુસ્તકોનું સ્થાન સ્કૂલ બેન્ચમાં હોય,
ભણવાની હોશ જુસ્સો હોય,
સાથે જ્ઞાનનો જુવાળ હોય.
શાળારૂપી મંદિર મહી,
ઈશ્વરનું રૂપ રમતું હોય,
આવી ઉદ્યાન સમ શાળા હોય,
નિર્દભ નિખાલસ બાળપણ ખીલતું હોય.