હૃદયની વેદના
હૃદયની વેદના
દિલ કહો કે કહો હૃદય... ધબકતું શ્વાસ લેતું હૃદય..
દુઃખી ને જોઈ તડપતુ હૃદય....લાગણીથી ભર્યું હૃદય..
અંતર ને આંગણે ઘણા આવી ને ગયાં..
કોઈ ના સ્નેહ માટે તલસતું ને વિલખતું...
બની રહે બોઝીલ હરેક ધડકને આ હૃદય..
સાગર સમી વિશાળતા...વૃક્ષો સમી ઉદારતા..
અર્પે સદા સહુ ને ક્ષણે ક્ષણે શીતળતા.
મારુ હૃદય...મારુ જીગર....
કિશનજી ને માટે તડપતું મુજ આ હૃદય...
ક્યારેક તો થશે મિલન એ આશા રાખતું....
ક્યારેક થશે ગગન ને ધરા નું મિલન...
ક્યારેક ઝંકૃત થશે બંસી ના સૂરે મુજ મન..