સ્મિત ક્યાં ?
સ્મિત ક્યાં ?
એક મીઠું મધુરું મલકતું સ્મિત....
ખોવાયું છે ....
જેને મળે તો કહેજો...
સરિતાના સૂર સમુ ખિલખિલાટ કરતું ...વહેતુ એક હાસ્ય...
ક્યાંક ડૂબી ગયું છે ...
કોઈને મળે તો કહેજો...
રાતલડીમાં નભ મહી ચમકતા તારલા સમી....
દિલને પ્રજળાવતી... એક શીતળ મુસ્કાન... ક્યાંક ખરી પડી છે..
કોઈને મળે તો કહેજો...
પુષ્પના પમરાટ સમી....મહેક પ્રસરાવતી....
ખિલખિલાટ કરતી એ હંસી ક્યાંક સુકાઈ ગઈ ....
કોઈને મળે તો કહેજો..