તું અને હું
તું અને હું
એ કિશનજી....
તું જગ જાણતલ ...મને જ ન જાણે !!
આ અંતરે સમાયો તું શ્વાસે શ્વાસે..
હર ધડકને ધબકી રહ્યો તું ક્ષણે ક્ષણે...
શૂન્ય છે અસ્તિત્વ મારુ..
શૂન્ય બને જિંદગી....
તારા વિનાની પળ પળ બને દોજખ સમી.....
તું ક્યાંક ને ક્યાંક છે....
તારા હોવાનો એહસાસ છે...
તું હર સમય ને હર ઘડી મારી આસપાસ છે..
દુનિયા સમજે મુજને દીવાની...
હું તો બેપરવાહ છું....
તારામાં હું ..ને...
મારામાં તું ...
એ જ મારો વિશ્વાસ છે..