રમત...પત્તા ની?
રમત...પત્તા ની?
જિંદગીમાં માણસ બની..
માનવ ન કદી બની શક્યા...
કુદરત સાથે રમત રમી...
ઈશ્વરના ગુનેગાર બન્યા..
સરિતાના જળ ને અર્પી ગંદકી.
રણ મહીની કૂંપળ ને તોડી...
સંબંધોમાં પ્રેમની રમત રમી..
હાર જીતની ધમાલમાં ખુપ્યા..
થપ્પો બીજાને આપી ગાતા સંતાઈ..
ટાંટિયા ખેંચમાં સહુ અટવાઈ ગયા..
ઋતુ અનેક આવી ને ગઈ..
બચપણની નિર્દોષ રમત ભૂલાઈ ગઈ...
જિંદગી જાણે પત્તાની રમત રમાઈ રહી...
ગુલામ..રાણી ..રાજામાં તલ્લીન થયાં...
એક્કા સામે ગયો રાજા હારી...
ત્રેપનમુ પત્તુ કોની પાસે રહ્યું ?
એ ત્રેપનમાં પત્તે જીતાઈ જિંદગી....
બાકી સહુ વિમાસણમાં ધરબાઈ ગયા..
શ્વાસની પણ રમત રમતા રમતા..
ઉચ્છ્વાસ સામે અમે હારી ગયા...