એ... કિશનજી
એ... કિશનજી
એ કિશનજી...
ઝાંઝરમાં શ્વાસ પરોવી...
ઘૂંઘરીએ ધડકન બંધાવી...
આવી તારે દ્વાર...
જિંદગીના તાર પરોવી....
ચરણે તારે રણઝણું પાયલ બની ને
તું રાખ મને આ ચરણોની પાસ...
ક્યારેક એ ઘૂંઘરૂં છનકશે....
નીકળશે આ શ્વાસ એ છનકની સાથ....
પુનર્જન્મ માં તુજ મળવાની આશ..
કાન્હા...
કહી રહ્યો છે મુજ ઝાંઝર નો ઝણકાર
તું રાખ મુજને ચરણકમળની પાસ...