તું ખોવાઈ ગઈ
તું ખોવાઈ ગઈ
હમણાં જ તો મને તું મળી હતી,
કેટલી વહેલી તું ખોવાઈ ગઈ છે,
હસવાની ઈચ્છા મને પણ હતી,
આંખોમાંથી હવે તું રોવાઈ ગઈ છે,
મનાવી નાં શક્યો તને કદી પણ,
કેમ તું આટલી રિસાઈ ગઈ છે,
આ દુનિયા હવે અજાણી લાગે છે,
જો! કેટલી જાણીતી તું થઈ ગઈ છે,
સ્વપ્ન આવ્યું મને કે તું મળી ગઇ છતાં,
જાગીને જોયું તો તું ફરી ખોવાઈ ગઇ છે..