આવે
આવે
વાતવાતમાં મારે પ્રભુ તમારી વાત આવે,
પછી જાણે કે મારા જીવને નિરાંત આવે.
સુખદુઃખના પ્રસંગો મોહનિશા ગણાતા,
ટળે અજ્ઞાન રજની જ્ઞાનનું પ્રભાત આવે.
આ જગતના સંબંધોમાં સ્વાર્થની બદબૂ,
મારે સાવ સાચી શ્યામની મુલાકાત આવે.
થઈ માયાવશ હરિ વિસ્મરણ પણ સંભવે,
ઘટે ઘટના એવી કે વિભુ તું સાક્ષાત આવે.
એક અવલંબન અબ્ધિવાસી અમારે અંતરે,
વિસરાય નામ તારું પછી તું જગતાત આવે.