હરિ તું જ હશે...!
હરિ તું જ હશે...!
ચારેકોર આફતનાં વાદળો ઘેરાઈ જાય,
વિપત્તિની મેઘગર્જના આરંભાય જાય,
જીવન મારું સાવ દિશાશૂન્ય બની જાય,
ત્યારે હાથ પકડનારો ચોક્કસ હરિ તું જ હશે.!
સગાસંબંધી, મિત્રો સાથ છોડી જાય,
કિંકર્તવ્યવિમૂઢ મારું મન થઈ જાય,
મારી મતિની ગતિ સાવ રોકાઈ જાય,
ત્યારે મને દિશા દેખાડનાર ચોક્કસ હરિ તું જ હશે.!
મારું હૃદય શોકસંતાપથી વ્યાકુળ થાય,
મારી આંખે સમંદર જાણે કે વસી જાય,
મારાં કદમ એકાએક રખે અટકી જાય,
ત્યારે હૂંફ અને પ્રેરણા દેનાર ચોક્કસ હરિ તું જ હશે.!
