STORYMIRROR

Vipul Borisa

Fantasy

4  

Vipul Borisa

Fantasy

રાધા - ગઝલ

રાધા - ગઝલ

1 min
646

કૈંક ચોમાસા અને વરસાદ રાધા,

એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.


એ ભલે કાનો વગાડે હોઠથી પણ,

વાંસળીના સૂરનો છે સાદ રાધા.


આંગળીથી એ ઉપાડી લે છે પર્વત.

ને નમે છે માત્ર ત્યાં એ યાદ રાધા.


કાન રાધા છે સમાનાર્થી જગતમાં,

પ્રેમનો સાચો અર્થ અનુવાદ રાધા.


પ્રીત એની કોઈ જાણી ક્યાં શકે છે!

ત્યાગનો બલિદાનનો છે, નાદ રાધા.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો

Similar gujarati poem from Fantasy