Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Fantasy

4.1  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Fantasy

માવઠું

માવઠું

1 min
381


આ માવઠું ય વરસ્યું હવે તો !

પણ, તું ક્યારે વરસે છે ?

આ દલડું થયું તરસ્યું હવે તો !

મને, તું ક્યારે તરસે છે ?


સંતાકૂકડી થઈ પૂરી હવે,

સૂરજને સમાવ્યો છે હવે આગોશમાં.

વાદળો પણ બન્યા પ્રેમ ઘેલા હવે તો !

પણ, તું ક્યારે વરસે છે ?


દૂર જોવાનું કર્યું બંધ કે હવે,

જોને, આ મેઘ આસપાસ છવાયો છે.

નીરખ્યા કરું છું તને ચાતકની જેમ જ તો !

પણ, તું ક્યારે વરસે છે ?


કોયલની મીઠી ગુંજ પ્રસરી છે,

પણ, કલબલાટ કાબરનો ય સવાયો છે.

માંડ્યા છે કાન માણવા એ મીઠાં ગૂંજનને જ તો !

પણ, તું ક્યારે વરસે છે ?


મહેક છે ભીની આ હવામાં ય,

ને, ખુશ્બૂ રાતરાણી કેરી હજુ પણ જીવંત છે.

શ્વાસોમાં ભરવો છે એ દરિયો સુગંધનો હવે તો !

પણ, તું ક્યારે વરસે છે ?


અચાનક વરસી કરે અચંબિત,

આ વર્ષાની રંગત ને નખરાં અજબ છે.

મારે સહેવી છે તારી ય અદાઓ એવી જ તો !

પણ, તું ક્યારે વરસે છે ?


હેલી ના કરે તોય ચાલશે હવે,

વરસે છે હપ્તે હપ્તે છતાં પણ ગમે છે.

મળે ભલે ટુકડામાં તોય તલપ એ પ્રેમની જ તો !

પણ, તું ક્યારે વરસે છે ?


આ માવઠું ય વરસ્યું હવે તો !

પણ, તું ક્યારે વરસે છે ?

આ દલડું થયું તરસ્યું હવે તો !

મને, તું ક્યારે તરસે છે ?


Rate this content
Log in