મેઘધનુષ્ય
મેઘધનુષ્ય
વર્ષા બિંદુ ને સૂરજના કિરણનું થાય મિલન ને
આકાશે મેઘધનુષ્ય રચાય,
તારા પ્રેમ અને મારી દરકારનો થાય સોનેરી સંગમ તો,
આ જીવનનાં આકાશે મેઘધનુષ્ય રચાય,
એકથી સોહાય આકાશ
બીજું જીવન સપ્તરંગી બનાવે,
જોઈ બંનેને મારી આંખો,
હરખથી છલકાઈ,
જોઈ આ મેઘધનુષ્ય,
જો ને ! આ ધરતીનું મો મલકાય,
હૈયે ખુશીઓની ગાગર છલકાય.

