રે મન
રે મન
ચૂલામાં જલાવવા યાદોનો ઢગલો લીધો,
નિરાકારની જ્યોત બની, ભસ્મ નાં થયો.
લાખ કોશિશ કરી, ભડથું બનાવવાની,
ધીરે ધીરે અંગારથી, પલીતો ચાંપતો રહ્યો.
રે મન, ભૂંસાય જાય જ્યાં, ત્યાં લીસોટા રહે,
વ્યર્થ સમય ના બગાડ, યાદો સંગાથે જ રહે.
