STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational

3  

Kaushik Dave

Fantasy Inspirational

ગૌરવવંતો ઈતિહાસ

ગૌરવવંતો ઈતિહાસ

1 min
392

ના બદલાય ઈતિહાસ પણ,ચેડા જરૂર થાય છે,

ઈતિહાસ પરથી શીખ ના લેનારા, જરૂર પસ્તાય છે,


ગૌરવવંતી ભૂમિ છે આપણી, ભવ્ય ઈતિહાસ છે,

આ ઈતિહાસને વગોવનારા, ના સમજ બદનામ છે,


તુલસીદાસ, કાલીદાસ, ચાણક્ય, વિદ્વાનોનો ભંડાર છે,

દુશ્મનને એની ભાષામાં દંડિત કરનાર શૂરવીરો મહાન છે,


શ્રીરામ, શ્રીકૃષ્ણની ધરતી, ઋષિમુનિઓથી શોભાયમાન છે,

ના ભૂલો એ વિરાસતને, વડીલોને નમન ભારતીય સંસ્કાર છે,


ભારતના ઈતિહાસને જુઠ્ઠા કહેનારા,

વિદ્વાનો પણ આજ નતમસ્તક છે,

 

ધરતી પર જ્યાં જ્યાં ખોદકામ કરો, (કણકણમાં)

ત્યાં ત્યાં હર હર મહાદેવનો વાસ છે..

હર હર મહાદેવનો વાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy