STORYMIRROR

Dina Chhelavda

Fantasy Inspirational

3  

Dina Chhelavda

Fantasy Inspirational

સજાવી શકું છું

સજાવી શકું છું

1 min
240

ગઝલના વિચારો હું લાવી શકું છું,

ને શબ્દો મજાના સજાવી શકું છું,


છૂપાવેલ ભીતર ઘણી લાગણીઓ,

કલમની જ ધારે વહાવી શકું છું,


ભલે હું નથી કોઈ આબાદ શાયર

છતાં અક્ષરોને  તરાવી શકું છું !


કરું વાત તારા ને ચંદાની સાથે,

ને સપના હું મારા જગાવી શકું છું,


મને જાણવાની મથામણ કરો ના

સળગતા વિચારો બુઝાવી શકું છું !


સમી સાંજ ઉગતી કૈં યાદો સમીપે

છલકતા એ જામો ઉઠાવી શકું છું,


છુપાવ્યા ઘણા રાઝ 'દિના' છતાંયે 

ગઝલમાં અચાનક ગજાવી શકું છું,


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy