ભૂલ કરી બેઠો
ભૂલ કરી બેઠો
એક લોજીકલ માણસ
ભૂલ કરી બેઠો
ભૂલમાં પ્રેમ કરી બેઠો !
પોતાની જાતને સવાલ કરી બેઠો
આ શું કરી બેઠો ?
સમજી વિચારી
પ્રેમનું ખૂન કરી દીધું
પોતાની ભૂલ ને
સુધારી બેઠો !
હા હવે બધું
બરાબર છે !
ગણતરીની વાત
ગણતરીનું સ્મિત
ગણતરીની જિંદગી !
ના કોઈની ફરીયાદ
ના કોઈની યાદ
બસ ગણતરી એકદમ
જોરદાર !
ખુશી પણ ગણતરીની જ !
ના ઓછી ના વધારે !
બસ એક વાર
હૃદય સવાલ કરી
બેઠું બધુ બરાબર છે તો
આ સંતાપ શાને ?
આ વિહવળતા શાને ?
આ કમી શાને ?
ના મલે કોઈ જવાબ
ના મળે કોઈ કારણ !

