પળ પળ ઝોલા ખાતી સ્વપ્નની નાવ
પળ પળ ઝોલા ખાતી સ્વપ્નની નાવ
પળ પળ ઝોલા ખાતી સ્વપ્નની નાવ ક્યારે કિનારે આવશે એ કહી ના શકાય,
જીવન આપણ ને ક્યાં અને શું કરવા લય જાય છે એ કહી ના શકાય,
આ દુનિયામાં કોણ ક્યારે કેવું બની જાય એ કહી ના શકાય,
દિલથી જ તમે જેને તમારા માનતાં હોવ ને ઘા કરી જાય તો એને ભૂલી ના શકાય,
પોતાના જ આપણને આગળ આવવા દેવા ન માંગતા હોય તો બીજાની વાત ના કરાય,
પોતાની જાત પર ભરોસો રાખી કોઈ પણ કામ પૂંરુ કરી શકાય,
એવી સમજણ આવી જાય તો દર દર ભટકવાથી સંતાપ ના થાય,
"લોકો શું વિચારશે" એ જ માન્યતાથી દુનિયા આજે હેરાન થાય,
પોતાની જિંદગી છે તોય બીજા લોકો ને અનુસરીને પોતે હેરાન થાય,
કહેવું તો ઘણું છે પણ સમયને મારાથી વધારી ના શકાય,
મળીએ નવી પોસ્ટમાં ત્યાં સુધી તો થોડી રાહ જોવાય.
